Mitesh Kheni

Mitesh Kheni we create all type of an embroidery lehenga designs.

04/10/2024

> _બાયો-ક્લૉક એટલે તમારું માઈન્ડ-સેટ_
👌🏼 આ message બધાએ ખાસ વાંચવો અને સમજવો. જેનાથી તમે ધાર્યું પણ ન હોય તેટલો બધો લાભ તમને મળશે.
⭐⭐⭐⭐⭐⭐⭐
બાયો-ક્લૉક એટલે તમારું માઈન્ડ-સેટ

મોટાભાગનાં લોકોને અનુભવ હશે કે જયારે પણ બીજે દિવસે સવારના બસ કે ટ્રેન પકડવાની હોય ત્યારે આપણે સવારના છ વાગ્યાનું એલાર્મ મુકીને સુઈએ છીએ.
તો પણ આપણે આખી રાત ઉંઘતા જાગતા પસાર કરીએ છીએ. ક્યારેક તો એલાર્મ વાગે તે પહેલાં જ આપણે ઉઠી જઈએ છીએ.
આને *Bio-Clock (માઈન્ડ સેટ)* કહેવાય. મનને આપેલો સંદેશ એક વિચાર આખા શરીરને તે પ્રમાણે હુકમ કરે છે.

આપણે આપણા મનથી આવા ઘણા એલાર્મ આપણા જીવનમાં જાણ્યે અજાણ્યે Set કરી લીધા હશે.

આપણામાંના ઘણા એવું માનતા હોય છે, કે આપણે ૬૦ વર્ષના થયા એટલે બહુ જીવી લીધું. આપણું શરીર તો એક મશીન છે. જે આ ઉંમરે તો હવે ખોટકાવા જ માંડે.
આવી ખોટી માન્યતાઓ પણ આપણું *Bio clock* આપણા મનમાં સેટ કરતું રહે છે. અને પછી આપણે ખરેખર બીમારીનો શિકાર થઈએ છીએ, વૃદ્ધત્વ તરફ ધકેલાઈ જઇએ છીએ.
જ્યારે ઘણા લોકો તો આ ઉંમરે પણ આરામથી મસ્ત જીવતા હોય છે, કારણકે તેમનું *Bio-Clock* તે પ્રમાણે સેટ થયેલું હોય છે.

આપણે પણ આપણું *Bio-clock* એવી રીતે જ set કરીએ કે જેથી તંદુરસ્ત જીવન જીવીએ.
આપણા જ કેટલાક મિત્રો કે આપણી જાણમાં હોય તેવા કેટલાય લોકો 75 વર્ષની ઉંમરે પણ જુવાની અનુભવે છે.
જયારે કેટલાય મિત્રો ૬૦ ની ઉંમરમાં પણ ખખડી ગયેલા હોય છે.

યાદ રાખો
*Old age is your mind-set, which you yourself has set it.*
લાંબુ અને તંદુરસ્ત જીવવાની
કેટલીક સુંદર Tips. 👉🏼

૧. આપણે આપણું પોતાનું Bio-clock એવી રીતે set કરીએ કે આપણે 100 વર્ષ સુધી તંદુરસ્ત જીવવું છે. રોજ સવારે *હું તંદુરસ્ત છું, હું મસ્ત છું, હું બધુજ કરી શકું છું, મને કોઇ બીમારી નથી.* આ દસ વખત બારી ની બહાર જોઈને જોરથી બોલો.
આપણા મનમાંથી બધા નકારાત્મક વિચારોને આપણે તિલાંજલી આપી દેવાની છે.

*ઘણા વિચારે કે, આ લાંબુ જીવન કોને માટે જીવીએ.?*
*આપણે દુનિયાને શા માટે ભારરૂપ થવું જોઈએ.?*
આવું નકારાત્મક વિચારવાને બદલે આપણે એવું પણ વિચારી શકીએ કે,
*આપણું નિર્માણ લોકોની સેવા કરવા માટે અને બધાને ઉપયોગી થવા માટેજ થયું છે.*

*આપણે હજી ઘણા કામો કરવાના છે, એટલે જ આપણને કુદરત ની અમાપ શક્તિનો ધોધ જોઈશે.*

બસ આવી રીતે પોઝિટિવ વિચારવાથી આપણું Bio-clock આપો આપ એવી રીતે set થતું જશે.

એટલે સૌથી પહેલું
Important કામ.
*Throw out negative thoughts from your mind and try to implant positive thoughts*

૨. *Look Young...*
તમારો દેખાવ અને પહેરવેશ એવો રાખો કે તમે સદા યુવાન લાગો. મતલબ તમારા દેખાવ પર ઉંમરનો પ્રભાવ ના પડવા દો. યોગ્ય સારા ફેશન વાળા કપડા પહેરો. જુના કપડાંને ઘણા વર્ષો સુંધી ઘસેડ્યા ના કરો. પ્રસંગ પ્રમાણે ખુબ સારી રીતે તૈયાર થઇને જાઓ. જાણે તમારો આ ખાસ પ્રસંગ હોય.

૩. હંમેશા કાર્યરત રહો, કદી નવરા ન પડો. દરરોજ જ ચાલો અને બની શકે તો દોડો. ... લોકોને મળવાનું રાખો. લોકોને મદદ રૂપ થાઓ.

*Be Active , Idle mind is devil's workshop.*

૪.*Keep confidence that your health is improving.*
તમારુ સ્વાસ્થ્ય ઝડપથી સુધરી રહ્યું છે. તેવો આત્મવિશ્વાસ રાખો. રોજ અરીશામાં પોતાને જોઈને ખુશી અનુભવો. ગર્વ કરો કે હું મસ્ત છું.

*Our Mindset Is The Reason For Everything.*

૫.*Never allow the Bio-clock to set that you are ending.*
હંમેશા સારુ જીવન જીવવાની જ આશા રાખો. મરવાના વિચાર તો કદી ના કરો. જે થવાનું હશે તે તેના સમયે થશે જ, પણ તેનો ડર રાખીને તમારો વર્તમાન ના બગાડો. બીમારી તો આવે ને જાય. તંદુરસ્તીના ઉપાયો છે. સમયસર દવા કરાવો. યોગ્ય ભોજન લો, ખુશીથી આરોગો, જીવવા માટે ખાઓ નહીં કે ખાવા માટે જીવો.

૬. તમારી જાતને કદી નીચી ના સમજો. તમે ખુદ જ સર્વોચ્ચ છો, તમને કોઈ માને યા ના માને, તેનાથી તમને કોઈ ફરક ના પડવો જોઈએ. તમારા જીવનના નિયમો તમારા હોવા જોઈએ બીજાએ નક્કી કરેલા નહીં. બીજા શું વિચારશે એની ફિકર કરવાની છોડી દો.

*તમારામાં જ એક મહાન શક્તિ બિરાજેલ છે જે તમને સુચનો અને માર્ગદર્શન પણ આપે છે.*

તમારા Bio -Clock (માઈન્ડ સેટ)ને હંમેશા પોઝિટિવ કમાન્ડ જ આપવાના. તો એની ખૂબ બધી સારી અસર તમારા જીવનમાં ખુબ સરસ થશે.

*આ આખી જિંદગીની રમત આ માઈન્ડ સેટ (Bio Clock) પર જ છે.*

*ખુશ રહો અને તંદુરસ્ત રહો..✍🏼*

10/09/2024

> _વિશ્વ આપઘાત નિવારણ દિવસ_
૧૦ સપ્ટેમ્બર ના દિવસને "વિશ્વ આપઘાત નિવારણ દિવસ" તરિકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ૨૨ મો વિશ્વ આપઘાત નિવરણ દિવસ ઉજવવામાં આવનાર છે. જેમા "એક મિનિટ લઇ જિંદગી બદલશો." ને મુખ્ય થીમ તરિકે પસંદ કરવામાં આવેલ છે. જેમાં આપઘાત નુ જોખમ ધરાવતી વ્યક્તિ સાથે કરવામા આવતી આવતા ટુંકા, સહાનુભુતી પુર્વકના તેમજ કોઇપણ નિર્ણય થોપી બેસાડ્યા વિનાના વાર્તાલાપ તેમજ વ્યક્તિને પોતાની આપવીતી ચર્ચવા પ્રોત્સાહિત કરવાથી આપઘાત નુ જોખમ ઘટાડી શકાય છે.
મોટા ભાગના કિસ્સાઓમાં એવુ જોવા મળ્યુ હોય છે કે આપઘાતનો પ્રયત્ન કરનાર કે આપઘાત વડે મૃત્યુને ભેટનાર વ્યક્તિ ખરેખર આપઘાત કરવા ઇચ્છતી નથી હોતી પરંતુ કોઇ પોતાની નિરાશા ઓળખી પોતાના પ્રશ્નોમાં દરમિયાનગીરી કરે તેમ ઇચ્છતી હોય છે. આવા સમયે જો નજીકના સ્નેહીઓ કે મિત્રો મદદરુપ બને તો આપઘાત ના ઘણા કિસ્સાઓ નિવારી શકાય તેમ છે.

ઘણી વખત સ્નેહીજન કે મિત્ર આપઘાતની વાત કે પોતાના વિચાર જાહેર કરે ત્યારે શું કરવુ-કેવો પ્રતિભાવ આપવો એ આપણે સમજી શકતા નથી. કે પોતા પાસે જે-તે વ્યક્તિના પ્રશ્નો ના જવાબો નહીં હોય તેમ માની પ્રતિભાવો આપવાનુ ટાળે છે. પરંતુ આવા સમયે માત્ર તેને સમય આપીને સાંભળવાથી, પોતાના નિર્ણયો તેના પર થોપીના બેસાડવાથી પણ આપણે તેને મદદરુપ થઇ શકીયે છીએ.
✓ જ્યારે કોઇ સ્નેહીજન આપઘાતના વિચારો વ્યક્ત કરે ત્યારે શું કરવુ જોઇએ?
* આપઘાતના દરેક પ્રયત્ન ને ગંભીરતાથી લેવો જોઇએ.
* વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેને પ્રતિતિ થવી જોઇએ કે તમને તેની મુશકેલીઓ હલ કરવામાં પુરતો રસ છે.
* વ્યક્તિને એકલા ના મુકો. સતત તેની સાથે રહો.
* તે કઇ રીતે આત્મહત્યા નો પ્રયત્ન કરવાનુ વિચારે છે તે જાણવાનો પ્રયત્ન કરવો જોઇએ.
* તેને ઠપકો આપવાનો, શિખામણ આપવાનો કે ગુસ્સે થવાનો આ યોગ્ય સમય નથી.
* તે આત્મહત્યા નહીં કરી શકે, ખાલી ધમકી આપે છે, આત્મહત્યાની વાતો કરવી સહેલી છે પરંતુ વાસ્તવમાં તેનો અમલ અઘરો છે વગેરે કહી તેને પડકારો નહીં.
* જો વ્યક્તિ ખાતરી આપે કે તે હવે આત્મહત્યા નહીં કરે અને યોગ્ય સારવાર વિના પરિસ્થિતીનુ નિરાકરણ આવી ગયુ છે તો તેમ માની લેશો નહી.
* આપઘાત ના વિચારો કે પ્રયત્ન કરતી વ્યક્તિ આ કૃત્ય માનસિક અસ્વસ્થતા કે બિમારી હેઠળ કરેલ હોય તેવી પુરી સંભાવના છે. આથી આ દરેક વ્યક્તિની મનોચિકિત્સક પાસે પણ તપાસ કરાવવી જરુરી છે. આથી સબંધિત માનસિક રોગની સારવાર કરી શકાય અને વધુ આપઘાતના પ્રયત્નો ટાળી શકાય

26/08/2024
તાપી નદીમાં ભરપૂર પાણી
25/08/2024

તાપી નદીમાં ભરપૂર પાણી

05/05/2024

*World Laughter Day 2023- વિશ્વ હાસ્ય દિવસ*
લાફ્ટર ડે મેના પહેલા રવિવારે ઊજવવામાં આવે છે. તમારું સ્મિત તમારો દિવસ સારો બનાવે છે. એટલે હસતા રહો અને બીજાને પણ ખુશ રાખો.
હસવાના અનેક સ્વાસ્થ્યના લાભો છે. હસવાથી તણાવ દૂર થાય છે. લોહીનો તાણ ઓછુ થાય છે. હાસ્ય દુખાવો દૂર કરે છે. હાસ્ય એ એક સારો વ્યાયામ પણ છે,
હસવાથી આપણને સુખદ અનુભવ થાય છે. હસવું તે માનસિક તંગદિલી અને દર્દને દૂર કરે છે.
જ્યારે તમે હસો છો, ત્યારે તમે તમે બદલાઈ જાઓ છો અને જ્યારે તમે બદલાઓ છો ત્યારે તમારી આસપાસની દુનિયા પણ બદલાઈ જાય છે.
માનવીનું જીવન સ્મિત અને આંસુ વચ્ચે જોવા મળે છે. ત્યારે આજના યુગમાં લોકોની જીવનશૈલી અને પૈસા પાછળની દોડધામ વાળી જીંદગીમાં સતત તણાવમાં માનવી જીવતો જોવા મળે છે. આજે હસતો ચહેરો આપણને ભાગ્યે જ જોવા મળે છે, લોકોને પોતાને માટે સમય નથી ત્યાં કયારે એ હસવાનો સમય કાઢે.
સૌથી અગત્યની વાત એ છે કે માત્ર એક વાર હસવાથી શરીરની 40 થી 50 કેલરી બળી શકે છે એનો અર્થ એ થયો કે હાસ્ય વજન ઘટાડવામાં મદદ રૂપ થાય છે. પૃથ્વીપર વસતો માનવી હાસ્ય અને આંસુ વચ્ચેનું લોલક છે. હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

24/12/2023
07/10/2023

*😝World Smile Day 'विश्व मुस्कान दिवस'😂*
जिसे हर साल अक्टूबर महीने के पहले शुक्रवार को मनाया जाता है।
डॉक्टर के द्वारा भी कहा जाता है कि इंसान को दिन में कम से कम एक या दो बार जरूर मुस्कुराना चाहिए ताकि तन और मन दोनों ही स्वस्थ रह सके।
आइए, इस वर्ल्ड स्माइल डे पर हम जानते हैं कि मुस्कुराने से हमारी सेहत को क्या लाभ मिलते हैं :

😀1. केवल एक मुस्कान आपके तनाव को कम कर सकती है।
😆 2. किसी को मुस्कुराते देखने से आप में भी उत्साह और सकारात्मकता जागती है।
😂3. प्रत्येक मुस्कान के साथ एक निर्धारित मात्रा में आपका ब्लड प्रेशर घटता है।
😉4. मुस्‍कुराते वक्त शरीर से 'इंडोर्फिन्स' निकलता है, जो कि एक प्राकृतिक पेनकिलर का काम करता है और आपको दर्द से थोड़ी राहत महसूस होती है।
🥹5. मुस्कुराने से आपका मन हल्का हो जाता है। मूड बदल जाता है और आपको अच्छे विचार आने लगते हैं।
😝6. मुस्कुराने से चेहरे की मसल्स की एक्सरसाइज होती है, त्‍वचा में कसाव आता है, जिससे आपको असमय झुर्रियां नहीं पड़तीं।
प्रत्येक दिन का आरंभ आप अगर एक मुस्कान के साथ करेंगे तो आप खुद महसूस करेंगे कि आपका पूरा दिन पॉजिटिव रहा. जब आप वास्तविकता में मुस्कुराते हैं तो आपकी बॉडी में डोपामाइन और सेरोटोनिन हार्मोन रिलीज होता है जोकि आपकी ख़ुशी के लिए जिम्मेदार होता है. सेरोटोनिन हार्मोन स्ट्रेस को कम करने का काम करता है. इसलिए सुबह उठाते ही मुस्कराईये और दिन को खुबसुरत बानाइये.
उत्तम स्वास्थ्य के लिए सबसे अच्छी दवा मुस्कान है, इसीलिए मुस्कुराते रहिए स्वस्थ रहिए।

16/09/2023

*16 સપ્ટેમ્બર ઓઝોન દિવસ*
સૂર્યના વિનાશક અલ્ટ્રા વાયોલેટ કિરણોથી આપણને બચાવતા પૃથ્વીની આસપાસના આવરણને ઓઝોન કહેવાય છે.
પૃથ્વી ફરતે ૨૦ કિમીથી વધુ ઉંચાઈએ ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. જે સૂર્યના હાનીકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી પર આવતા રોકે છે. ઓઝોનનું આ પડ પૃથ્વીની સપાટીને ગરમ થવા દેતું નથી કે સખત ઠંડુ પાડવા દેતું નથી. આમ વાતાવરણમાં સમતોલન જાળવવા ઓઝોનનું પડ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે.
માનવીના ભૌગોલિક સુખની ચીજવસ્તુઓમાંથી નીકળતા ક્લોરીન,ફ્લોરીન અને કાર્બન વાયુઓ ઓઝોન વાયુના પડને પાતળું બનાવે છે.
આ માટે જવાબદાર રેફ્રીજરેટર, એરકન્ડીશનર, પરફ્યુમ તરીકે વપરાતા સ્પ્રે મુખ્ય છે. જેનાથી -ચામડીનું કેન્સર અને ચામડીના રોગો વધશે,
-વનસ્પતિના બીજનું અંકુરણ મોટું થશે અને પાંદડા નાના બને છે, ઉત્પાદનમાં ઘટાડો થશે.
-છીછરા પાણીની વનસ્પતિ અને માછલીઓનો નાશ થશે.
*ઓઝોન સ્તરમાં ગાબડું પડતું અટકાવવા રોજીંદા જીવનમાં આટલું અપનાવીએ.*
- ઠંડા પીણા, ફ્રીજ,એસી. નો ઓછો ઉપયોગ
-ડીસ્પોજેબલ ગ્લાસ અને પ્લેટની જગ્યાએ સ્થાનિક પાંદડા કે સ્ટીલના વાસણનો ઉપયોગ કરીએ.
-ઓઝોન સહાયક ઉપકારણોનો ઉપયોગ કરીએ.
-જો આપણે આપણી રહેણી કરણીમાં ફરક નહિ લાવીએ તો ૨૦૫૦ સુધી વિશ્વ એક થનગનતો ગોળો બનીને રહી જશે. સરેરાશ તાપમાન ૧૦૫ થી ૪૦૫ સે. થઇ જશે અને અન્ય ગ્રહોની જેમ પૃથ્વી પણ માનવ વગરની માત્ર એક ગ્રહ બની રહી જશે.
*તો આવો અત્યારથી જ ઓઝોન આવરણને અખંડ રાખી પૃથ્વીને સુરક્ષિત રાખવા કટિબદ્ધ બનીએ.*

*कारगिल विजय दिवस Kargil Vijay Diwas.*  कारगिल विजय दिवस स्वतंत्र भारत के सभी देशवासियों के लिए एक बहुत ही महत्वपूर्ण दि...
26/07/2023

*कारगिल विजय दिवस Kargil Vijay Diwas.*
कारगिल विजय दिवस स्वतंत्र भारत के सभी देशवासियों के लिए एक बहुत ही महत्वपूर्ण दिवस है। भारत में प्रत्येक वर्ष 26 जुलाई को यह दिवस मनाया जाता है। इस दिन भारत और पाकिस्तान की सेनाओं के बीच वर्ष 1999 में कारगिल युद्ध हुआ था जो लगभग 60 दिनों तक चला और 26 जुलाई के दिन उसका अंत हुआ और इसमें भारत विजय हुआ। कारगिल विजय दिवस युद्ध में शहीद हुए भारतीय जवानों के सम्मान हेतु यह दिवस मनाया जाता है।
कारगिल विजय दिवस के इस अवसर पर आज हर देशवासी शौर्य और राष्‍ट्र के लिए समर्पण की एक प्रेरणादायक गाथा को स्‍मरण कर रहा है। आज के इस अवसर पर उन सभी शूरवीरों को श्रद्धासुमन, जिन्‍होंने कारगिल की चोटियों से तिरंगे को उतारने के षडयंत्र को असफल किया। अपना रक्‍त बहाकर जिन्‍होंने सर्वस्‍व न्‍योच्‍छावर किया, उन शहीदों को, उनको जन्‍म देने वाली वीर माताओं को भी नमन।
आइए, हम सब मिलकर ठान लें कि ये बलिदान, ये कुर्बानियाँ हम व्‍यर्थ नहीं होने देंगे। हम उनसे प्रेरणा लेंगे और उनके सपनों का भारत बनाने के लिए हम भी अपनी जिंदगी खपाते रहेंगे।
आज इस कारगिल के विजय पर्व पर हम वीरों से प्रेरणा लेते हुए, उन वीर माताओं से प्रेरणा लेते हुए, देश के लिए अपने कर्तव्‍यों को हम अपने-आपको समर्पित करें। इसी एक भाव के साथ उन वीरों को नमन करते हुए आप सब मेरे साथ बोलिए-
भारत माता की – जय

Address

Surat
395006

Website

Alerts

Be the first to know and let us send you an email when Mitesh Kheni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share